પ્રિય પ્રકૃતિ,ચાલ આજ હુ તને પત્ર લખું,તું ફક્ત તારૂ સરનામું મોકલ તો ખરી,આ પ્રિયે શબ્દ એટલે પ્રયોજ્યો તારા માટે,કારણ કે તું મને બહુ વ્હાલી લાગે છે,તને ગમશે ને હું તને પત્ર લખીશ એ?મારા પત્રમાં કેમ છો, કેમ નહિ, ત્યાંથી વાતોની શરુઆત નહીં થાય,મારા પત્રની શરુઆત સૌથી અલગ જ હશે, જે તને પણ ગમશે,આમ તો તારો કંઈ અર્થ જ ન હોય, તને તો માત્ર માણવાની હોય,તને પણ અમારા કાર્યોથી અકળામણ થતી હશે ને??તને પણ એવું થતું હશે ને કે આ માનવજાત કેટલી સ્વાર્થી છે?તને તારા ફાયદાઓ પર ગર્વ નથી થતો?કે તું સર્વ માટે સારી જ છો છતાંય આ માનવજાત તને નિરંતર