લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૬ રસીલીએ સાકીરને પોતાના ફ્લેટ પર બોલાવ્યો અને લુચ્ચું હસીને મોબાઇલમાંથી પ્રકાશચંદ્રનો નંબર ડાયલ કર્યો. આજે સાકીરને શિકાર બનાવવાનો હોવાથી રસીલીએ બહાનું બનાવી પ્રકાશચંદ્રને આવવાની ના પાડી દીધી. સાકીર સાથે વાત કરી એના પરથી રસીલીને ખ્યાલ આવી ગયો કે તેની ખ્વાહીશ શું છે. રસીલી હીરોઇન બનવાનું સપનું લઇને આવી હતી. તે કોઇપણ સમાધાન કરીને ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા સાથે સારી એવી દોલત ભેગી કરવા માગતી હતી. તે ફરી ભૂતકાળમાં સરી રહી હતી. ધન- દોલત ના હોય તો વ્યક્તિ કેવી નિ:સહાય બની જાય છે અને કેવા કામ કરવા પડે છે એનો કડવો અનુભવ તે લઇ ચૂકી