" જે ઘટિત થવાની ફક્ત શક્યતા છે ! એના વિશે વિચારી ને તું તારી તબિયત ખરાબ ના કર,! એવું પણ બને કે બાળકો નાં જન્મ પછી એનું મન બદલાઈ જાય !!! " સિદ્ધાર્થે કહ્યું." શક્યતા !!! શક્યતા તો બન્ને તરફ હોઈ શકે. પરંતુ વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો તો નથી ને ? મેં અમોલ ને એ વિશે વાત કરતાં સાંભળ્યા છે . " આકાંક્ષા એ કહ્યું." આકાંક્ષા ! અત્યારે તું મારી મમ્મી જેવી વાતો કરી રહી છું. એણે પણ આવું જ કર્યું હતું . જે કાંઈ પણ થયું , એનો દોષ પોતાના માથે લઈ લીધો અને એનાં લીધે એની સ્વસ્થ થવા