સાંજે શ્યામલી રિહર્સલ હોલમાં ગઈ પણ ત્યાં કોઈ નહોતું. શ્યામલી દિશાને ફોન કરે છે. શ્યામલી:- "હેલો દિશા ક્યાં છે તું? આજે પ્રેક્ટીસ નથી કરવી?"દિશા:- "સેમીએ તો ના પાડી કે આજે કોઈ રિહર્સલ નથી કરવાની. કાલથી સ્ટાર્ટ કરવાનું છે."શ્યામલી:- "મને તો કોઈએ કશું જણાવ્યું જ નથી."દિશા:- "કદાચ સમીર તને કહેવાનું ભૂલી ગયો હશે."શ્યામલી:- "હા સારું. ચલ તો હું પણ નીકળું. Bye..."દિશા:- "ok bye..." શ્યામલી વિચારવા લાગી કે સમીરે મને કેમ ન કહ્યું અને આજે પણ એનું વર્તન કંઈક અલગ જ પ્રકારનું લાગ્યું. મને ઈગ્નોર કરે છે. THANK GOD કે મેં એને મારા મનની વાત ન કહી. નહિ તો મારું