ભેદ - - 6

(266)
  • 8.7k
  • 17
  • 5.6k

દિલીપના મગજ પરનો ઘણો બોજો હળવો થઇ ગયો હતો. તસ્વીરનું ઘણું ખરું રૂપ આંખો સામે સ્પષ્ટ બનીને ઉપસી આવ્યું હતું. પરંતુ છતાંય હજુ એ તસ્વીર ઝાંખી હતી. કારણ કે એની કેટલીય કડીઓ હજુ પણ તૂટેલી હતી. સૌથી મહત્વનો સવાલ તો એ કે આ ગુનાની પાછળ દોરીસંચાર કોનો છે? તે હતો. મૃત્યુ પામેલો કૈલાસ મહેતા, કાવેરી તથા અરુણ દેશપાંડે તો પોતાના બોસના સંકેતો પર નાચતા હતા. પડદા પાછળનો આ અપરાધી કોણ હશે?