મિશન વેગા

(16)
  • 2.2k
  • 1
  • 747

મિશન વેગા માનવજાતિ વર્ષોથી એલિયન્સની તલાશ કરી રહી હતી. સર્ચ ફોર એક્સ્ટ્રાટેરસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ (સેટી) જેવા અભિયાન દ્વારા પણ બુદ્ધિશાળી એલિયન્સની તલાશ જારી હતી પરંતુ હજી સુધી એમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. એલિયન્સ સુર્યમંડળમાં દેખાયાના બિનસત્તાવાર સમાચારો ઘણીવાર આવી જતાં પણ સત્તાવાર રીતે એલિયન્સ હજી સુધી મળ્યાં ન હતાં. પૃથ્વીવાસીઓ હવે મંગળવાસીઓ પણ બન્યાં હતાં. માણસોએ મંગળ પર વર્ષ ૨૦૩૦ થી કોલોનીઓ બનાવવાનું શરૂ કરેલું એ આજે વર્ષ ૨૦૭૦માં ધમધમી રહ્યું હતું. મંગળ પર માનવવસ્તીનો આંક થોડું થોડું કરતાં એક લાખને પાર થઇ ગયો હતો. આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૭૦માં એલિયન્સના અસ્તિત્વ બાબતે એક મહત્વના સમાચાર મળ્યાં હતાં.