વિષાદ યોગ- પ્રકરણ-22

(182)
  • 5.8k
  • 9
  • 4.2k

વિષાદયોગ-22 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ સુરસિંહની વાત સાંભળી વિરમને પણ જટકો લાગ્યો પણ તેને લાગ્યું કે આ સુરસિંહનું જેલમાં રહીને અને શરાબ પીને છટકી ગયું લાગે છે. બાકી તે કહે છે તે કંઇ રીતે શક્ય બને. તેણે સુરસિંહને ધમકાવ્યો પણ રહી રહીને તેને પણ હવે ડર લાગવા લાગ્યો હતો. વિરમ તો સુરસિંહ કરતા પણ પોચા હ્રદયનો હતો. જે વાતથી સુરસીંહ ધ્રુજી ગયો તે વાતનો ડર હવે વિરમને પણ લાગ્યો એટલે તેણે સુરસિંહને કહ્યું “તમે મને કહો કે તમે શું જોયું. આમ હાથ પગ વિનાની વાતમાં મને શું સમજ પડે?” સુરસિંહે વિરમની દશા જોઇ સ્મિત કર્યુ. આ સ્મિતમાં રહેલો વ્યંગ વિરમ સમજી ગયો