પ્રતિક્ષા ૨૯

(124)
  • 4.6k
  • 9
  • 1.5k

રઘુની આંખ ખુલી ત્યારે હજુ ચારેકોર સુનકાર વ્યાપેલો હતો. તે હોટેલના રૂમમાં એકલો સુતો હતો. તેની સાથે આવેલા ત્રણેય છોકરાઓ તેને અડીને જ આવેલા બીજા રૂમમાં હતા. રઘુના રૂમની બધી લાઈટો બંધ હતી અને બારીઓ પર જાડા પડદા પડેલા હતા એટલે તેને કંઇજ સાફ દેખાઈ રહ્યું નહોતું. સમય કેટલો થયો હશે તે તો તે નહોતો જાણતો પણ હજુ પરોઢ નહોતી થઇ તે નક્કી હતું. તેણે પલંગથી ઉભા થઇ એક દરવાજો ખોલ્યો અને બહારની ખુલ્લી હવા તેને સ્પર્શી ગઈ. રાતનો છેલ્લો પ્રહર જ ચાલતો હશે કદાચ એટલે અંધારું ગાઢ હતું. રઘુ બાલ્કનીમાં મુકેલી ખુરશી પર બેસી સામે મુકેલી ટીપોય પર પગ