સપના અળવીતરાં - ૨૩

(40)
  • 2.9k
  • 7
  • 1.1k

"હે ડોક્, વ્હોટ હેપ્પન્ડ? "આદિત્ય ને આવેલો જોઈને ડૉ. ભટ્ટ ની આંખમાં એક ચમક આવી. તેમણે હાથના ઇશારાથી જ આદિત્ય ને સામેની ખુરશી પર બેસવા કહ્યું. આદિત્ય એ બેઠક લીધી એટલે ડૉ. ભટ્ટે કે. કે. ની ફાઇલ તેને સોંપી. આદિત્ય જેમ જેમ બધા રિપોર્ટ જોતો ગયો, તેમ તેમ તેના ચહેરા પર ચિંતા ની રેખાઓ ઉપસવા માંડી. છેલ્લે ફાઇલ બંધ કરી તેણે ડૉ. ભટ્ટ સામે જોયું. "હાઉ ઇઝ ધીઝ પોસિબલ? ટ્રીટમેન્ટ તો પ્રોપર ચાલે છે. પછી કેન્સર સેલ્સ નો ફેલાવો વધવાનું રીઝન... કંઈ સમજાતું નથી... ""રીઝન છે ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં થયેલુ મોડું... "ડૉ. ભટ્ટે સમજાવતા કહ્યું,"ટ્રીટમેન્ટ મોડી મળવાને કારણે કેન્સર સેલ્સ નો