નિયતિ - ૧૪

(111)
  • 5.4k
  • 10
  • 2.2k

        પાર્થ ક્રિષ્નાને લેવા એના ઘરે આવે છે ત્યારે ઘડીયાળ દસ વાગ્યાનો સમય બતાવે છે. લાઇટ ક્રીમ કલરનાં શૂટમાં સજ્જ પાર્થ આકર્ષક લાગતો હતો. જશોદાબેન એને બેસાડીને ક્રિષ્નાને બોલાવે છે.          આછા ગુલાબી રંગની સોનેરી કીનારવાલી અને એકદમ નાની નાની સોનેરી બિંદીઓ જે ઉપરથી નીચે આવતા સહેજ મોટી થતી જતી હોય એવી સાડી ક્રિષ્નાએ ગુજરાતી ઢબે પહેરી હતી. ગળામાં નાનકડા પેન્દેંત વાળી સોનાની ચેઇન અને એને મેચિંગ લટકતી બુટ્ટી કાનમાં પહેરેલી. બંને હાથમાં ડજન જેટલી સાડી જેવાં ગુલાબી રંગની બંગડીઓ છેડે બેબે સોનાની બંગડી સાથે પહેરેલી. આછો મેકઅપ કરેલો, ખુલા વાળ  અને આંખોને ફરતે સુંદર