મજાક - 2

(25)
  • 2.5k
  • 4
  • 1.2k

         “નહીં…! પ્લીઝ લીવ મી.. પ્લીઝ…. મને.. ના… ના..” પ્રથમ ચીસ સાંભળી દૂર થઈ ગયેલ વિપુલ સંધ્યાનાં મુખથી અસ્પષ્ટ ઉચ્ચારો સાંભળી આશ્ચર્યના દરિયામાં ડૂબી ગયો. સંધ્યાનો અવાજ ઘોર તંદ્રામાં, જાણે ઉંડી ખાઈથી આવતો હોય એવું એને લાગ્યું. તદ્દન અજાણપણે એનો એક હાથ સંધ્યાનાં હાથમાં આવી ગયો હતો, જેને એ ધીમેથી દૂર હડસેલી રહી હતી.  “સંધ્યા.. સંધ્યા..! શું થયું?” આશ્ચર્યના દરિયામાં ડૂબકી મારતા વિપુલે એને ખભેથી પકડી હલાવી. “ઓહ.. તમે આવી ગયા? ક્યારે આવ્યા? જમ્યા કે નહીં?” ઉંઘરેટા સ્વરે પ્રશ્નાવલિ ફૂટી. “હા.. હું જમીને આવ્યો.. પણ આ બધું શું હતું? તું અચાનક ગભરાઈ કેમ ગઈ?” “હું ગભરાઈ ગઈ? કદાચ કોઈ સ્વપ્ન આવ્યું