સુખીયા નો ડગલો

(21)
  • 3.7k
  • 4
  • 1.6k

         એક શિવનગર હતું. પંદરેક હજાર ની વસ્તી.આ શિવનગર માં એક ધનપતિ શેઠ  નામ દોલત ચંદ્ર હતું.ભારે મોજીલા અને થોડા ઘણું વિલાસી જીવન જીવે. સુખ સાહેબી તો એમની હવેલીમાં જ જાણે ઇન્દ્ર નો મહેલબધી જ જાતનું રાચરચીલું અને કોઈ વસ્તુ ની ખોટ નહીં.ઘરમાં પણ એક દિકરો અને નાની દિકરી અને સુંદર  ગુણીયલ શેઠાણી જે શેઠનો પડતો બોલ ઝીલે.પણ શેેઠને તો હવે જવાની આવી હતી.આમતો શેઠ પંચાવન વર્ષના હતા.પણ દિલથી એ જવાન હતાં.તેઓ વધુ પડતાં ભોગસુખ ને માણવા જતા માંદા પડયા.સખત માંદગી આવી એમાં વળી ઉંઘ હરામ થઈ ગઈ.અનિદ્રાનો  રોગ લાગુ પડ્યો.માંદગી અસહ્ય બની ગઈ. સગાવહાલા અને ઘરના લોકો