રેશમ બંધ..

(31)
  • 2.3k
  • 7
  • 826

છળો તમે કોઈ તમને છળી શકેવાવેલા બીજ નુ વળતર મળી શકેફૂલડાંની પાથરો જો સોડમ સધળેલાગણીઓ ઓળધોળ મળી શકે.............   ....   ...'Hallo mem..! ' એક અત્યંત કોમળ સ્વર એના હ્રદય સોસરવો ઉતરી ગયો. એને નવી આવેલી બુક્સને સ્ટોરનાં ખાનાઓમાં ગોઠવવાનુ પડતુ મૂકી આંખમાં કૂતુહલ ઘરી પાછળ જોયુ. એક માસૂમ ગુલાબી ચહેરો એની સામે મલકી રહ્યો હતો. પેલુ રૂપ નજરકેદ કરી લેવા સક્ષમ હતુ. 4 -5 વર્ષની બાળકી એની છાતી સાથે ધરબાઈને અમીભરી આંખે કૌતુકથી જોતી હતી. પૂર્ણિમાના ચંદ્ર જેવા ચહેરાના અભિનવ ઓજસ પર ગ્રહણ હોય એમ એક ચીજ મને આંખમાં ખટકી.. ભીતરના ભાવોને દબાવી સ્માઈલ સાથે એ બોલી... યસ્અ....! મધુર સ્વર ફરી