રત્નાગિરી હાફૂસ - ભાગ ૧

(29)
  • 3.9k
  • 3
  • 1k

૧.કદાચ બે વરસ પહેલાની વાત છે. "પ્લેટફોર્મ ફોર આર્ટીસ્ટસ" નામના એક કલાસ્નેહી ગૃપ દ્વારા  દેશના વિધ-વિવિધ પ્રદેશોમાંથી ત્રીસેક જુવાન અને આધેડ કલાકારો ને ગોવામાં એકઠા કરવામાં આવ્યા હતા. હું પણ એ ઈવેન્ટમાં મારા મિત્રો ઋષિ અને ઝિનલ સાથે હાજર હતો. "જંગલ" કરીને એક હોસ્ટેલમાં સઘળાને ઉતારો આપવામાં આવ્યો હતો. હોસ્ટેલ થી પાંચેક કિલોમીટર જ દૂર "વેગેટોર" બીચ અને "છાપોરા" નો ઐતિહાસિક કિલ્લો આવેલા છે.ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલા દિવસે એકબીજાને પરિચય આપ્યા પછી કાર્યક્રમ ની પૂરી રૂપરેખા અને એનો કલાકારો ને ભેગા કરવાનો ઉમદા હેતુ જણાવવામાં આવ્યો. બાકીના પર્ફોમન્સ બીજા દિવસે હોવાથી સાંજે બધાએ વેગેટોર બીચ અને છાપોરાના કિલ્લા ની મુલાકાત