ભેદ - - 3

(295)
  • 10k
  • 7
  • 7.4k

-ભગવતી એકદમ ધૂંધવાઈ ગયો હતો. -કારણ...! કારણ, તેને સવારના પહોરમાં જ ફોન પર સર દીનાનાથના બંગલામાં એક વધુ ખૂન થઇ ગયાના સમાચાર મળ્યા હતા. આ સમાચાર મળતાં જ તે એકદમ હેબતાઈ ગયો હતો. હજુ તો દીનાનાથના ખૂનની તપાસમાં રજમાત્ર પણ પ્રગતિ નહોતી થઇ શકી, ત્યાં આ બીજા ખૂનના સમાચારે એના મગજની એકેએક નર્સને ખળભળાવી મૂકી હતી. દીનાનાથ પછી તેની પુત્રવધુ માલતીનું ખૂન કોણે, કેવી રીતે અને શા માટે કર્યું, એ તેને જરાયે નહોતું સમજાતું .