દીકરી ની મા

(23)
  • 3.5k
  • 3
  • 1.2k

ટ્રેન ને ઉપડવાને હજુ 10 મિનિટ ની વાર હતી. જાનકી ટ્રેન માં બેઠી હતી. બધો સામાન પણ ગોઠવાઈ ગયો હતો. આમ તો સમાન માં ખાસ કંઈ હતું નહીં. માત્ર એક નાનકડી બેગ જ હતી. અને સાથે હતી એની નાનકડી દીકરી ઋજુતા. એ ખૂબ વિચારમાં ખોવાયેલી હતી. અને વિચાર કરતા કરતા જ એની આંખો ભીની થઇ રહી હતી.હજુ તો એના પતિ નું મૃત્યુ થયાને માત્ર એક જ મહિનો થયો હતો. પરંતુ એના મૃત્યુ ની બધી વિધિ પત્યાં બાદ એના સાસરિયાઓએ એને ઘરની બહાર કાઢી મૂકી હતી. કારણ કે, એ દીકરીની મા હતી માટે કોઈ એને રાખવા ઇચ્છતું નહોતું. એની દીકરી હજુ