ને મળ્યા...

(16)
  • 4k
  • 2
  • 1.1k

આજે અમાસની રાત હતી. ચાંદ અને ચાંદનીના અધુરા મિલાપની પૂર્ણાહુતિ થઈ હોય તેવો અંધકાર આજે ધરતીને પણ કાળી ઓઢણી ઓઢાડી રહ્યો હતો. પવન જોરસોરથી ફુંકાઈ રહ્યો હતો. રાતના દોઢ વાગ્યા હતા અને રસ્તો સુનસાન હતો. કોઈપણ પ્રકારના પગરવ વગર રસ્તો સોહામણો લાગતો હતો.સોમિલે ઝાડીમાંથી નીકળીને જોયું તો મુખીના ગુંડાઓ જતા રહ્યાં હતા. એ એનો જીવ લેવા માંગતા હતા. મહામુસીબતે સોમિલ પોતાનો જીવ બચાવી ગામથી દૂર ઝાડીમાં ભરાણો હતો. દોડતા દોડતા ચાકુના ઘા થી એ ઝુકી ને બચ્યો અને ઝાડીમાં છુપાણો હતો.રાધાના પ્રેમમાં પાગલ સોમિલ રાધા માટે કંઈ પણ કરી શકે તેમ હતો. મુખીની એકની એક દીકરી છે રાધા. બેઉ એક