અમૃતભાઇનું અમૃત

(19)
  • 2.2k
  • 6
  • 775

અમૃતભાઇનું અમૃત           “તો સુરેશભાઇ, તમે કેમ કંઇ વાતચીત કરતા નથી? અને આમ પેલી બહુંમાળી ઇમારતની છત તરફ એકીટસે શું જોયા કરો છો? હવે આ ઉંમરે કંઇક જોવાલાયક હોય તો અમને પણ કહેજો, ભાઇ!” એટલું બોલી અમૃતભાઇ મો ફાડીને હસ્યાં ત્યાંરે પોતાના જાડા કાચનાં વજનદાર ચશ્મા આંખ પરથી નીચે સરકી ન જાય એ માટે માથુ ઉંચુ રાખ્યું.સુરેશભાઇ કંઇ કહે એ પહેલા વચ્ચે બેઠેલા મોહનભાઇ ઠપકો આપતા બોલ્યાં “ભલા માણસ, આ સુરેશભાઇને અહિં ગાર્ડનમાં આજે હજુ તો ત્રીજો જ દિવસ છે.તને કે મને એમનો લાંબો પરીચય નથી.તો શું કામ એમની મજાક કરે છે? બધા તારા જેવા મસ્તીખોર ન હોય.”