નિયતિ ૧૩

(108)
  • 3.8k
  • 14
  • 2.1k

વિમાન આકાશમાં ઉપર જ​ઈ થોડું સ્થિર થયુ કે તરત ક્રિષ્નાએ એનો સીટ બેલ્ટ ખોલી નાખ્યો, બંધનમાં રહેવું ખાસ કરીને સ્ત્રીઓને સહેજ પણ પસંદ નથી હોતું! એરપ્લેન મોડ પર મુકેલો ફોન હાથમાં લ​ઈ એણે ઘરેથી આવેલા મેસેજીસ જોઇ લીધા, ઘરે પહોંચ્યા પહેલા જ ઘરના લોકો સાથે એક વાર વાત કરી લીધી હોય એવું મનને મનાવ્યું અને નક્કી કર્યું કે, આજે તો આખીરાત જાગીને મમ્મી પપ્પા સાથે વાતો કરીશ! જે ક્ષણો હજી આવી નથી, આવવાની છે એમાં એને શું કરવાનું છે એ નક્કી કરીને ક્રિષ્નાએ અત્યારનો સમય ઊંઘ પાછળ ફાળ​વ્યો...! દોઢેક કલાકની આછી પાતળી