આપણે જોયું કે, ડોક્ટરએ તૃપ્તિ અને આસિત ને થેલેસેમિયા મેજર ની પ્રાથમિક માહિતિ આપી. હવે આગળ ...કરુણતા છે કે છે એ કાળચક્રની રમત,છીનવી ગઈ છે એ બાળકની ગમ્મત,તૃપ્તિ ને આસિત ખૂબ ભારી હૃદયે હોસ્પિટલમાંથી બહાર આવે છે. આસિતને પોતાના શબ્દ મનોમન યાદ આવી પીડા આપે છે, ફરીફરી "તૃપ્તિ તું ચિંતા ન કર આપણે બંને શિવને કઈ જ નહિ થવા દઈએ" એજ શબ્દ આસિત ના મન ને દુઃખ પહોંચાડે છે, કારણકે આસિત અને તૃપ્તિ દ્વારા અજાણતા જ બીમારી પણ શિવ ને વારસામાં અપાઈ ચુકી હતી. શિવ જે પણ પીડા ભોગવી રહીયો હતો એ એમના માતા પિતાના લીધે જ હતી, આ વાતનું