નિયતિ - પ્રકરણ ૧૧

(116)
  • 5.5k
  • 10
  • 2.7k

એક હાથે છત્રી પકડીને એને ક્રિષ્ના તરફ ઢળતી રાખીને ચાલી રહેલા મુરલીનું અડધું શરીર છત્રીની બહાર હતુ. એ આખો પલળી રહ્યો હતો. પોતાનું ફ્રોક બે હાથે પકડીને, એને ઉડીને ઉપર ઉઠતું રોકતી, રોડ પર થાંભલાના આછા અજવાળે ચાલી રહેલ ક્રિષ્નાની નજર ઘડી ઘડી મુરલી તરફ ખેંચાઇ જતી હતી. મુરલી ખુબ ખુશ હતો અને દૂખી પણ! જેને એ દિલોજાનથી ચાહતો હતો એ અત્યારે એની સાથે હતી. વરસોથી જોયેલું એનુ સપનું આજ પૂરું થઈ રહ્યું હતું. છતા, હજી ક્રિષ્નાથી એને એક દૂરી રાખ​વી પડતી હતી એ એની, એના પ્રેમની સૌથી મોટી મજબૂરી હતી.... એ