એક ઈચ્છા - કઈ કરી છૂટવાની ભાગ - ૨

(47)
  • 4.1k
  • 2
  • 2k

ભાગ -૨ ખુશી અજાણતા એક ઘરે પહોંચે છે ।કાકા અને કાકી બહાર આવી ને જુવે છે ત્યાં ખુશી ડરેલી અને સહમેલી સામે ઉભી હોય છે। એને જોઈ ને કાકી અને કાકા સમજી જાય છે કે આ છોકરી રસ્તો ભૂલી ને અહીં આવી છે। કાકી એને ડરેલી હાલત માં જોઈ ને કહે છે આવ દીકરા અંદર આવ।આવું સાંભળી ને ખુશી થોડો હાશકારો અનુભવે છે પણ અચાનક કોઈ અજાણ્યા ના ઘરે કેમ નું જવું એની અસમંજસ માં હોય છે ત્યાંજ કાકા બોલે છે દીકરી હું અને તારા કાકી અહીં ૨ વર્ષ થી રહીયે છે અને આ નાનકડી ઝૂંપડી માં તારું સ્વાગત છે