લાઇમ લાઇટ - ૧૩   

(220)
  • 6.1k
  • 6
  • 3.7k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૩ પ્રકાશચંદ્ર પ્રચારનું કામ સંભાળતા સાગર સાથે બેસીને લાઇમ લાઇટ ના પ્રચારનો રીવ્યુ લઇ રહ્યા હતા. ફિલ્મની હાઇપ દિવસે દિવસે વધતી જતી હતી. સાગર લાઇમ લાઇટ ને કોઇને કોઇ કારણથી ચર્ચામાં રાખવામાં સફળ રહ્યો હતો. તે કેટલીક વેબસાઇટો સાથે ડિલ કરી ચૂક્યો હતો. એના પર આવતા સમાચારને આધાર બનાવી અખબારો અને મેગેઝીનો છાપી રહ્યા હતા. તેમાં વિભા બાલનના સમાચાર વધુ છવાયેલા રહ્યા હતા. કેટલીક વેબસાઇટો વિભાના આક્ષેપ સાથે રસીલીના ભરાવદાર બદનના ફોટાની સામે કેટલીક હીરોઇનોના બ્રા, સ્વીમસૂટ અને લોકટના કપડામાં પડાવેલા ફોટા છાપીને જાણે વાચકોને પૂછી રહી હતી કે વિભાની વાતમાં ખરેખર દમ છે