રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 15 કબીરનાં બોલાવવા પર રાધા વુડહાઉસ સુધી તો આવી ગઈ અને એનાં રૂમમાં પણ આવીને એની જોડે ઘણી બધી વાતો એ કરી..કબીર માટે તો રાધા દ્વારા એની જોડે આવીને બેસવું એ કોઈ સ્વપ્નની પૂર્તિ થવાં બરાબર હતું..પણ ખબર નહીં કબીરને અચાનક શું થઈ ગયું અને એને રાધાને ચુંબન કરી લીધું..જેની તુરંત બાદ રાધા ત્યાંથી ચાલી નીકળી. રાધાનાં ત્યાંથી ગયાં બાદ કબીર ને પોતાની એ હરકત પર પસ્તાવો થઈ રહ્યો હતો.પોતાનાં આવું કરવાનાં લીધે રાધા ને શાયદ ખોટું લાગ્યું હતું..અને ફરીવાર એ ત્યાં નહીં આવે એવું કબીર માની રહ્યો હતો.આખરે સવાર થવાં આવી હતી અને રાધા