સપના અળવીતરાં ૧૮

(39)
  • 3.2k
  • 3
  • 1.3k

બારીનો કાચ નીચે ઉતર્યો અને અંદરનું દ્રશ્ય જોઈને રાગિણી ચમકી ગઈ. અડધી બારી આદિત્ય ના ચહેરા થી રોકાઈ ગઈ હતી, અને બાકીની જગ્યામાંથી કે. કે. નો થોડોક ચહેરો દેખાયો... તદ્દન નિસ્તેજ અને એકદમ થાકેલો! હજુ થોડા કલાકો પહેલા આ જ વ્યક્તિ ને તેણે દોડતા - ભાગતા, એક અજાણી છોકરી - મિસરી ની મદદ કરતાં જોયો હતો... તેના સપનાનો મદદગાર... આ પરિસ્થિતિ મા??? કે. કે. પર નજર પડતાં જ રાગિણી ના મનમાં અનુકંપા જાગી. એ સાથે જ તેના તાળવામાં (માથાનો એ ભાગ કે જે બાળક ના જન્મ વખતે પોચો હોય છે અને જ્યા ધબકારા અનુભવી શકાય છે. ) ઝણઝણાટી થવા માંડી. જોતજોતામા