રોહિત અને મિતાલી હવે એટલા નજદીક આવી ગયા હતા કે બન્ને ને હવે એકબીજા વિના એક પળ પણ ચાલતું ન હતું.પરંતુ મિતાલી ને હવે એ વાત નો ડર લાગી રહ્યો હતો કે જ્યારે રોહિત ને આ વાત ની જાણ થશે કે પોતે એને સચ્ચાઈ થી અજાણ રાખ્યો તો શું પોતે રોહિત ની દોસ્તી પણ ગુમાવશે?હવે મિતાલી માટે રોહિત ઘણું બધું હતો,એક બેસ્ટ ફ્રેંન્ડ,અને કદાચ એના થી પણ વધારે.જો રોહિત એની સાથે વાત કરવાનું બંધ કરી દે તો પોતાનું શુ થશે?રોહિત ના જોડે વાત કર્યા પછી તો પોતે પોતાની જાત ને ઓળખી છે,એનો આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો,જે લઘુતાગ્રંથિ એને પેહલા થી