નિયતિ ૮

(96)
  • 4.2k
  • 7
  • 2.2k

ક્રિષ્ના ઊભી થ​ઈ અને પાછી ઓફિસમાં ગ​ઈ, મીરા સાથે વાત કરીને એને સારું લાગેલું. ત્યાં બધી છોકરીઓ સાંજે શું પહેરીને પાર્ટીમાં આવશે એની ચર્ચા કરી રહી હતી. ક્રિષ્ના પણ મોઢું હસતું રાખી એ લોકોની ચર્ચામાં જોડાઇ.“જે ડીસાઇડ કરો એ મને પણ કહેજો. ક્રિષ્નાએ હિંમત સાથે બધા જોડે દોસ્તી કરવાને ઇરાદે પહેલ કરી કહ્યું.“અમે બધાએ વન-પીસ પહેર​વાનું વિચાર્યું છે. તારી પાસે એવો ડ્રેસ છે?” શિવાનીએ એની પહોળી સ્માઇલ ફરકાવી. એની નજર ક્રિષ્નાને પગથી માંથા સુંધી માપી રહી....“ઓહ! સરસ! મારી પાસે એવો ડ્રેસ છે. ક્રિષ્નાને આ આઇડીયા ગમ્યો ન હતો છતાં એણે કહ્યું.બધા છૂટા પડ્યા અને સાંજે બોસને બંગલે મળ​વાનું નક્કી થયું.