ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૨)

  • 2k
  • 1
  • 882

એકે નારીની વેદના*પ્રશ્ન* તું હજીયે એની વાટ જોવે છે, જેને તારા અસ્તિત્વને હોમી નાખ્યું.. તું હજીયે એની વાટ જોવે છે, જેને તારી જિંદગી વેરાન કરી નાખી, તું હજીયે એની વાટ જોવે છે, જેને તારી લાગણીઓ ને ચકના ચૂર કરી નાખી, તું હજીયે એની વાટ જોવે છે, જેને તારા દિલ ને હચમચાવી નાખ્યું.. તું હજીયે એની વાટ જોવે છે, જેને તારા યૌવન ની સુંદરતા હોમી નાખી... *ઉત્તર* હું એની વાટ જોવું છું, જે ક્યારેક મારા સપનાઓનો રાજકુમાર હતો, હું એની વાટ જોવું છું, જેની સાથે મેં સાત વચન લીધા હતા, હું એની વાટ જોવું છું, જે મને ક્યારેક વ્હાલથી પંપાળતો હતો,