બેવફા - 12

(280)
  • 12.8k
  • 16
  • 7.1k

ધારણા મુજબ નાગપાલની ચાલ સફળ થઈ હતી. એણે જાણી જોઈને જ સાધનાને, બહાદુરની ધરપકડ થયાની વાત જણાવી હતી.સાધના સાથે વાત કરતી વખતે એના ચહેરા પર છવાયેલા હાવભાવ જોઈને જ એણે બહાદુરના પકડાઈ ગયાને ગપગોળો ગબડાવ્યો હતો. એણે અંધકારમાં જ છોડેલું. તીર બરાબર રીતે નિશાન પર ચોંટી ગયું હતુ. બહાદુરની ધરપકડની વાત સાંભળ્યા પછી સાધનાએ તરત જ ફોન પર તેનો સંપર્ક સાધીને જે વાતચીત કરી હતી, એ ટેપ થઈ ગઈ હતી.