કોઝી કોર્નર - 5

(57)
  • 5.2k
  • 3
  • 2.9k

       રમલીની મમ્મી શાંતા એના નામ પ્રમાણે શાંત નહોતી. પહેલેથી જ ખૂબ ચંચળ અને નટખટ હતી.એના બાપની ઈચ્છા વિરુદ્ધ એણે વાલમસિંહ સાથે ભાગીને લગ્ન કરેલા. વાલમસિંહના વડવાઓ જુના રજવાડાઓમાં સિપાહી હતા. એટલે મારવા મરવાનો ગુણ એના લોહીમાં જ હતો.શાંતાના ઘરવાળામાટે તો શિયાળીયાઓએ સિંહ પાસેથી શિકાર છોડાવવવા જેવું કામ હતું, વાલમસિંહ પાસેથી શાંતાને પાછી લાવવાનું.એટલે ના છૂટકે એ લોકોએ શાંતાના નામનું નાહી નાખેલું. વાલમસિંહ એને ભગાડીને ધરમપુર લઈ ગયેલો.ધરમપુરમાં એનો કોઈ ભાઈબંધ કેરીના બગીચા રાખતો હતો એણે આ લોકોને રહેવાની વ્યવસ્થા વાડીની એક ઓરડીમાં કરી આપેલી.ખેતરમાં કામ કરતા ખેતમજૂરોને રહેવા માટે ચાર ઓરડીઓ હતી.એમાંથી એક ઓરડીમાં વલમસિંહનો દોસ્ત ભીખો