રૂહ સાથે ઈશ્ક રિટર્ન 13

(472)
  • 6.3k
  • 20
  • 3.2k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 13 રાધા નામની એક અંજાન અને સાથે-સાથે થોડી ખરાબ માનસિક સ્થિતિ ધરાવતી યુવતી સાથે થયેલી મુલાકાત બાદ તો કબીર ની માનસિક સ્થિતિ બગડી ગઈ હોય એવું લાગી રહ્યું હતું.સવારે એ જ્યારે જાગ્યો ત્યારે પોતાની જાતને ઘણી ફ્રેશ અનુભવી રહ્યો હતો.ચા-નાસ્તો પૂર્ણ કરી નાહી-ધોઈને કબીર દોલતપુર જવા નીકળી પડ્યો. પોતાને આવતાં સાંજ પડી જશે એટલે પોતાનું બપોરનું જમવાનું ના બનાવે એવું જીવાકાકા ને કહી કબીર શિવગઢથી નીકળી દોલતપુર જતી સડક પર ગાડી લઈને ચાલી નીકળ્યો.કબીરે સૌથી પહેલાં તો ATM માં જઈને થોડી કેશ ઉપાડી લીધી..ત્યારબાદ એને થોડાં ડોક્યુમેન્ટ ની પ્રિન્ટ આઉટ કઢાવવાની હોવાથી એ સાયબર