નિયતિ ૭

(112)
  • 5.1k
  • 13
  • 2.2k

ક્રિષ્ના જ્યારે એની ઓફિસમાં પહોંચી તો ત્યાં કોઈ હાજર નહતું. બધા લોકો ક્યાં ચાલ્યા ગયા એવું એ વિચારતી જ હતી કે પાછળથી કોઈએ આવીને કહ્યું,“મેડમ! બધા લોકોની સાહેબે અર્જંટ મિટિંગ બોલાવી છે, પાંચ મિનિટ પહેલા જ ગયા બધા. ટોપ ફ્લોર પર હૉલ છે...” પટાવાળા શિવુએ ક્રિષ્નાને ઓટૉમાંથી નીચે ઉતરતી જોઇ હતી. એ ભાગતો આવ્યો હતો, ક્રિષ્નાને જાણ કર​વા! કોણ જાણે કેમ પણ શિવુને ક્રિષ્ના પ્રત્યે એક લાગણી બંધાઇ હતી. શિવુને તે એક સારી છોકરી લાગી હતી અને એની મદદ કરીને શિવુને આનંદ થતો હતો.“થેંકયું અન્ના!” ક્રિષ્ના એક સુંદર સ્મિત સાથે જ​વાબ આપીને મિટિંગ ચાલતી હતી એ તરફ ભાગી. ક્રિષ્ના ઉપર પહોંચી ગઈ