સફર... આપણથી આતમ સુધી

(11)
  • 3.7k
  • 3
  • 1.1k

સફર....આપણથી આતમ સુધી ?પ્રવાસ મને પ્રિય છે. વિસ્તરવું, વિચરવું ને વિચારવું આ ત્રણેય મને સ્પર્શે છે, ગમે છે. નવીન જગ્યાએ જવું, જોવું અને જીવવું મારો ગમતીલો વિષય છે. પ્રવાસ મને એ વૈવિધ્ય બક્ષે છે. અડચણો, અગવડો, અવરોધો એ કોઈપણ સફરને રોમાંચક બનાવે છે.પ્રવાસ ભીડભાડથી મુક્ત હોવો જોઈએ તો જ એનો સહજ આનંદ લઈ શકાય.સફર સરળ અને સહજ હોય તો જ મજાથી માણી શકાય. મુસાફરી મનની ગતિવિધિઓ સાથે મ્હોરે છે. મુસાફરીમાં દરેક મુકામ પણ મજાનો હોય છે. રસ્તાઓ આપણને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે. બસ આપણે આ રસ્તે ચાલી શું લઈ શકીએ છીએ એ મહત્ત્વનું છે. સફર અનેકવિધ ઘટનાઓથી સભર હોય છે. પ્રવાસ હંમેશા મારામાં