સંભવામિ યુગે યુગે ભાગ ૩૪

(66)
  • 3.3k
  • 2
  • 1.6k

સોમનું ધ્યાન પાછળ ગયું તો ત્યાં કોઈ નહોતું . પાછો તે આગળ જોવા લાગ્યો પણ પાછળથી કોઈએ તેને હચમચાવ્યો એટલે તે જાગી ગયો અને સામે રામેશ્વર હતો . તેણે સોમ ને પાણી આપ્યું અને પૂછ્યું કે શું કોઈ ખરાબ સ્વપ્ન જોયું તે થોડીવાર પહેલા એક ચીસ પડી હતી . સોમે કહ્યું હા થોડું ખરાબ સ્વપ્ન કોઈ મારા માબાપ ને મારી રહયું હતું અને ભુરીયો રડી રહ્યો હતો. રામેશ્વરે કહ્યું કે તારા માબાપ સુરક્ષિત જગ્યાએ છે તેમની ચિંતા ન કર પણ ભૂરિયાના હજી સુધી કોઈ સમાચાર નથી . તેની શોધખોળ કરી રહ્યા છીએ. સોમે કહ્યું કે તે મને કહી રહ્યો હતો