પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 15

(23)
  • 13.2k
  • 4
  • 2.9k

કોર્ટનું કામકાજ પૂરું થઇ ગયું હતું. સંધ્યાનો સમય હતો કોર્ટના કર્મચારીઓ અને પટાવાળા ગજવાં ખખડાવતા ઘેર જઇ રહ્યા હતા. કંઇક જડવાની આશાએ ભંગી કચરાના ઢગ ફંફોસી રહ્યો હતો. કોર્ટના ઓરડામાં ચામાચિડીયાં આમ તેમ ફરી રહ્યાં હતાં. બહાર ચોગાનમાં લીમડાનાં ઝાડ નીચે કૂતરાં બેઠેલાં હતાં. બરાબર એ સમયે ફાટેલાં તૂટેલાં લૂગડાંવાળૅ એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે ન્યાયાધીશના બંગલે આવી બહાર છજા નીચે ઊભો. ન્યાયાધીશનું નામ હતું મિસ્ટર જી.સિન્હા.