લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૨ "લાઇમ લાઇટ" ના ટ્રેલરને લોન્ચ કરવાનો કાર્યક્રમ સરસ રીતે પતી ગયા પછી પ્રકાશચંદ્ર તેને ઘરે મૂકવા આવ્યા અને તેનો સાથ માણીને ગયા પછી રસીલીના દિલમાં એક ટીસ ઊઠી. તેના કાનમાં "રસુ" નામનો અવાજ ગુંજવા લાગ્યો. તેને ખબર ન હતી કે ટ્રેલર લોન્ચિંગના કાર્યક્રમમાં તેનો ભૂતકાળ પણ તેની સામે ફરી લોન્ચ થવાનો છે. તે "રસુ" નામની બૂમમાં આવતો કર્કશ અવાજ ઓળખી ચૂકી હતી. તે આ સ્થિતિમાં પોતાના ભૂતકાળને આંખ સામે જીવંત કરવા માગતી ન હતી. પણ પ્રકાશચંદ્ર ગયા પછી તેની સામે ભૂતકાળ તરવરવા લાગ્યો. આજે તે એક ફિલ્મની હીરોઇન બનવાનું સ્વપ્ન સાકાર કરી રહી