પ્રણયસંકટ

(45)
  • 1.8k
  • 2
  • 744

'મે આઈ કમ ઈન સર?'એક સુમધુર કર્ણપ્રિય અવાજ સૂરજના કાને પડ્યો.એમણે બોર્ડ પર લખવાનુ માંડી વાળીને એ અવાજની દિશા ભણી આંખો ફેરવી.જે સુરસામગ્રી બંસરીમાંથી આવો મધુર અવાજ આવ્યો હતો એ દરવાજા વચ્ચોવચ્ચ સૂરજના 'યસ'નો ઈંતજાર કરીને ઊભી હતી.યસ'ના ઇંતજારથી અકળાયેલી એણે ફરીવાર મધુર રણકાર કર્યો:મે આઇ કમ ઇન સર? આવો કર્ણપ્રિય અવાજ સાંભળવાની ઘેલછામાં સૂરજે જાણી જોઇને યસ ના કહ્યુ.જે બંસરીમાથી દિવ્યતાનુ અલોકિક સંગીત ઉત્પન્ન થઇને દિલને આહલાદક્તાના આનંદમા ગરકાવ કરી દે એવી બંસરીને રોકવાની ચેસ્ટા કોણ કરી શકે ભલા?ખીલુ ખીલુ થતી પેલી બંસરીમાથી પૂરા પાંચ વખત 'મે આઇ કમ ઇન સર...'એવુ કહ્યુ ત્યારે માંડ સૂરજે એટલા જ મીઠાશથી યસ