અધૂરી ઈચ્છા ( એક આત્માની પ્રણયકથા) રજત ,તું અહીં કેમ આવ્યો ? મેં તને ના પાડી છે ને કે હવે આપણે નહિ મળીએ. મેં તને કેટલી વાર કહ્યું છે કે હવે આપણે પહેલા જેમ મળતા હતા, વાતો કરતા હતા, એ હવે હવે શક્ય નથી. તું સમજ ને , તું સમજુ છે પ્લીઝ! સમજ ને રજત ! અનુએ દિલગીરીથી અને આજુ બાજુ કોઈ જોઈ ન જાય એ રીતે ડરતા ભાવે કહ્યું. રજત અનુની વાતોને કાન દેતો નહતો.બસ એને તો એક જ ધૂન સવાર થઈ હતી એની અંતિમ ઈચ્છા પૂરી કરવાની . એમ તો એ અનુને લગ્ન કરવા માંગતો હતો