ઉંમર થતી જાય છે એમ આંખે ઝાંખપ આવતી જાય છે. નરેન ભાઈથી એક નિ:સાસો નીકળી ગયો. લાવો પપ્પા.. હું દોરો પરોવી આપું. તમને ઘણી વાર કહ્યું છે પપ્પા.. આવા કામ શા માટે જાતે કરો છો.. બટન હું ટાંકી આપીશ.. કાજલ કોયલ જેવું ટહુકી. અરે ના બેટા! જાતે કામ કરવામાં જે આનંદ છે એ અલગ જ છે.. જયા હતી ત્યારે પણ હું જ કરતો આ બધુ.. હવે આ ઉંમરનાં લીધે.. નરેન ભાઈથી ફરી એક નિ:સાસો નીકળી ગયો અને અચાનક સામે ફળિયામાં લાગેલા આસોપાલવ પર ધ્યાન ગયુ. એ પણ તો ઘરડો થઈ ગયો છે મારી જેમ.. ઉભા થઇને પાણીની એક ડોલ આસોપાલવને ક્યારે