સંભવામિ યુગે યુગે ભાગ ૩૩

(59)
  • 3.5k
  • 2
  • 1.7k

સોમ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો .તેના કાન ભુરીયા ની ચીસો હજી ઘૂમી રહી હતી . સોમ ઉભો થયો અને જોયું તો તે એક બંગલા ને બદલે એક સ્મશાનમાં હતો સામને ભુરીયો એક થાંભલા સાથે બંધાયેલો હતો અને ચીસો પડી રહ્યો હતો અને કહી રહ્યો હતો સોમલા મને બચાવ આ લોકો મને મારી નાખશે પેલા જીવણીયાનેય મારી નાખશે . તારા માબાપ નેય મારી નાખવાનો છે અને એની પાછળ બધું ભેજું ઓલી પાયલ નું છે મેં એને જોઈ હતી પેલા બાબા સાથે વાત કરી રહી છે અમારા બધા વિષે તેણેજ વાત કરી હતી . ઈ ડાકણ છે બધો ખેલ એનોજ છે