આકાશ ભાગ - ૧

(70)
  • 4.3k
  • 12
  • 1.9k

આકાશ ભાગ - ૧ ખાસ નોંધ :-આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.*****14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ, વેલેન્ટાઈન ડે પણ એક વખતના આશિક મિજાજ બીએસએફ મેજર આર્યન રાજપૂતના ચહેરા ઉપર સવારથી જ ઉદાસી છવાયેલી હતી. રાજવીને યાદ કરતાંજ એનો