આદર્શ જીવનસાથી ભાગ 03

(62)
  • 2.7k
  • 7
  • 1.3k

ચાલ ને પરોવીને હાથોમાં હાથ પ્રેમ નો પ્રવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , થાકીને સફરમાં આપણે ક્યાંક બેસવું ય પડશે ,પાથરીને પથારી પાંપણ ની વ્યવસ્થા કંઈક ખાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ઘર આપણે ય બનાવશું ચણીને પ્રેમની ઈંટો ,ચાલ ને ત્યાં સુધી એક બીજાના દિલ માં નિવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , પ્રમાણ ગળપણ નું ય જિંદગીમાં જાળવી રાખવા માટે,વિખુટા પડીને જરીક , જરીક દિલ ને ઉદાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા : જો બકા , તું વિચારે છે એમ જીવન ના જીવાય. તને ખબર છે આપણે નાના હતા ત્યારે નવી નવી સાઇકલ ચલાવતા શીખતાં હતા ત્યારે કેવું ડરતા હતા ? અને પછી આવડી ગઈ એટલે બધો જ ભ્રમ દૂર થઇ ગયો અને પેલી બોર્ડ ની પરીક્ષાની કેવી બીક લાગતી હતી ? બધા કેવું કેહતા કે બારકોડ લગાડવામાં જ 10 મિનીટ જતી રહે છે ને પછી જયારે ખરેખર પરીક્ષા આપી તો કંઈ જ લાગ્યું હતું ? બધી વસ્તુ માં એવું જ હોય છે . નાહક ની ચિંતા મૂકી દે. બધું ભગવાન અને