સંધ્યા સૂરજ - પ્રકરણ - 23

(175)
  • 5k
  • 7
  • 2.6k

એણે ધક્કો મારી મને કેબીનમાં ધકેલી. નિશા, રિયા, મનીષા અને પેલી છોકરી પણ એની ગનના ઈશારે અંદર આવી. એને જોતા જ સૂરજ એટલો ડઘાઈ ગયો હતો કે એ કશુ જ ન બોલી શક્યો. બસ ફાટી આંખે રાઘવને જોઈ રહ્યો. “મને આમ જોઈ કેમ રહ્યો છે ડેડીના પાલતું કુતરા... મને પહેલા દિવસથી જ તારા પર ભરોષો નથી. હું જાણતો હતો કે સંધ્યા પણ એની બેનની જેમ જ બળવાખોર નીકળશે એટલે મેં એને બધાથી અલગ કેબીનમાં રાખવાનું ડેડને સજેશન કર્યું હતું અને તને એની દેખભાળમાં રાખ્યો હતો જેથી હું ડેડને ટેસ્ટીમની આપી શકુ કે તું ગદ્દાર