પ્રાણ જાયે પણ વજન ના જાયે..! સાચી જ વાત છે ને દાદૂ..! યમરાજ પ્રાણનો અધિકારી છે. વજનનો વેપારી થોડો છે કે, ભંગારવાળની માફક કોઈના શરીરનું ભારખાનું પણ લઇ જાય. પાડો યમરાજનું વજન ઊંચકે, કે પાડા જેવાં કોઈ માણસનું ભારખાનું પણ ઊંચકે..? સરકારે ‘બર્થ-કંટ્રોલ’ માટે જેટલો કંટ્રોલ રાખ્યો, એટલો ‘વેઇટ-કંટ્રોલ’ રાખવા માટે પણ વટહુકમ કાઢવો જોઈએ. રેલ્વે-બસ-સ્ટીમ્બર-વિમાન-સાયકલ-રીક્ષા વગેરેમાં વજન અને સંખ્યાની કેપેસીટી હોય જ ને..? ખટારામાં પણ કેપીસીટી હોય. માત્ર માણસમાં ને માણસમાંથી નેતા બનેલામાં જ નહિ. ફાવે ત્યારે એમના શરીર ઘટે, ને ફાવે ત્યારે વધે. આડા-ઊભાં-વાંકા-ચૂકા એવાં ફાટે કે, વજન ઊંચકીને વજનકાંટો પણ ભડકે. શરીરમાં