સંભવામિ યુગે યુગે ભાગ ૩૨

(62)
  • 3.7k
  • 5
  • 1.6k

જટાશંકર પાછળ હાથ બાંધીને આંટા મારી રહયો હતો . આવું પહેલી વખત થયું હતું કે તેના ઇંદ્રજાલ ને તોડીને કોઈ વ્યક્તિ નીકળી હોય બાકી તેની જાળમાં ભલભલા ચમરબન્ધીઓએ દમ તોડ્યો હતો . એક વાર દુશ્મન ને સપડાવ્યા પછી તે તેનો બળી આપી દેતો હતો. આ વખતે ભલે છટકી ગયો પણ સોમ ને ખબર નથી કે હું જટાશંકર છું એક વાર નક્કી કરી લીધા પછી બળી આપીનેજ રહું છું. પણ સોમ મોટો શિકાર છે તેને હવે મારવા માટે કોઈ બીજી તરકીબ લડાવવી પડશે અને તેના પહેલા શેતાન ને ખુશ કરવો પડશે . તે પોતાની કુટીરમાંથી નીકળ્યો સામે થોડે દૂર સમુદ્ર