નિયતિ ૩

(133)
  • 5.8k
  • 3
  • 3.3k

કુર્તા જોવા ગયેલી ક્રિષ્ના છાપાના છેલ્લે પાને પોતાનું જ નામ જોઈને અકળાઈ હતી. એ કાર્ટૂનિસ્ટ નું નામ વાંચીને, એને બરોબર યાદ રાખવા મનમાં, “મુરલી...મુરલી...” રટતી ક્રિષ્ના પાછી ફરી ત્યારે બધી છોકરીઓ જમીને ક્યારનીય આવી ગ​ઈ હતી, ફક્ત એની જ રાહ જોવાઇ રહી હતી. “લો, આવી ગયા મેડમ!” ક્રિષ્નાને જોતાજ સરિતાના મોંમાંથી શબ્દો સરી પડ્યા.ક્રિષ્ના કોઇ જ​વાબ આપ​વાના મુડમાં ન હતી, એણે ચુપ રહેવાનુ જ પસંદ કર્યું.બધી છોકરીઓને એમની કંપનીમાં કામ કરતા એક સિનિયર એંજીનિયર, મી. શ્રીનિવાસનના હાથ નીચે કામ શિખવાનું હતું. એ ચાલીસેક વરસના, ઠરેલ અને એમના કામમાં ખુબ જ હોંશિયાર માણસ હતા.“સૌથી પહેલી એક વાત મગજમાં ફીટ કરીલો, “થોડાક સાઉથ