લાઇમ લાઇટ - ૧૧

(241)
  • 6.1k
  • 14
  • 3.9k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૧ કામિની ઘણા દિવસથી જોઇ રહી હતી કે પતિ પ્રકાશચંદ્ર હવે પહેલાંથી વધુ ખુશ રહેવા લાગ્યા હતા. પરંતુ પોતાની સાથેના અંતરંગ વર્તનમાં અગાઉ જેવી જ શુષ્કતા અને ઔપચારિકતા હતી. "લાઇમ લાઇટ" નો પ્રચાર વધી રહ્યો હતો અને તેના વિશે ચર્ચા વધી હતી એ કારણે પ્રકાશચંદ્ર ખુશ રહેતા હોવાનું પણ તે માની રહી હતી. તેને એ વાતની રાહત હતી કે ફિલ્મનો પ્રચાર વધી રહ્યો હોવાથી સફળતાની શક્યતા વધી જતી હતી. કામિનીએ પોતાના સમયની ફિલ્મો વિશે વિચાર કર્યો. પોતે અભિનય છોડી દીધાને હજુ દાયકો માંડ થયો હતો. ત્યારે પ્રચારના આટલા માધ્યમ ન હતા કે આટલી આક્રમકતા