ભૂપેન્દ્રએ સંયુક્તાનાં ચહેરાનાં રંગ બદલતાં જોઇને પૂછ્યું કેમ કોનો ફોન છે ? આમ ગુલાબીમાંથી કાળો પડી ગયો તારો ચહેરો ? સંયુક્તાએ કહ્યું ભૂપી તું આવ્યો છે એ ભાઇને જાણ થઇ ગઇ છે. મેં કઇ વાત કર્યા વિનાજ ફોન કાપી નાંખ્યો. એટલામાંજ ફરીથી રીંગ આવી. રણજીતનો જ ફોન હતો. એણે કહ્યું પેલો બદમાશ અત્યારે તારી બાજુમાં છે ને ? મેં તને કેટલીવાર ના પાડી છે કે એની સાથે સંબંધ ના રાખ... સંયુક્તાએ હોઠ ભીડીને તદ્દન જૂઠું કીધું ભાઇ તમારી ભૂલ થાય છે અહીં તો કોઇ જ આવ્યું નથી અને મારે હવે એની સાથે કોઇ સંબંધ નથી. સામેથી રણજીતે કહ્યું