એક અનોખી દિવાળી

  • 3k
  • 2
  • 818

થોડા સમયથી મન ઉદાસ હતું. 'હું કશું જ કરતી નથી' ની લાગણી ઘર કરી ગઇ હતી. સ્વામી વિવેકાનંદનાં વિચારોની મન પર ઊંડી છાપ. એટલે થોડા થોડા સમયાંતરે કોઈ વિશેષ કામ કરવાની ચળ ઉપડે. મમ્મી! આ વખતે દિવાળી કંઇક અલગ રીતે ઉજવીએ તો...! રંગોનો, ફટાકડાનો અને મિઠાઇઓનો આ તહેવાર આપણાં જીવનમાં તો ખુશીઓ લાવે છે પણ એ ખુશીઓ ખૂંચે છે જ્યારે ઘણાં નાના બાળકોને ફટાકડા ને મીઠાઈ પર નજર ટાપી ને બેસેલા જોઉં છું ત્યારે... છાપા, મેગેઝીનમાં દર વર્ષે વાર્તાઓ અને આહલેક વાંચુ છું કે દિવાળીનાં દિવસોમાં ખુશીઓ ની વ્હેંચણી પણ કરીએ.. કેટલાં ગરીબ બાળકોનાં નસીબ માં દિવાળીના દિવસે નવા કપડા, મીઠાઈ કશું