એક રહસ્યમય પ્રેમ કથા.... - અંશ ખીમતવી આજ ઠંડીએ પોતાનું રૂપ બદલ્યું હતું. ક્યારેય ન પડી હોય, અને છેલ્લા વીસ વીસ વર્ષોનો રેકોર્ડ આજે તોડી નાખ્યો હતો. પાકું મકાન હતું છતાં પણ મયૂરી આખે આખી ધ્રૂજતી હતી. ટાઈશ બરફ જેવી થઈ ગઈ હતી. વાયરો ફોડી નાખે એવો ફૂંકતો હતો.. પશુઓ પણ પોતાના અંગોને સંકેલીને જ્યાં જગ્યા મળી ત્યાં ભરાઇ ગયા હતા. બહાર માણસો પણ ઓછા ફરતા જોવા મળતા હતા.આજે વેપારીઓએ પણ વહેલી દુકાનો બંધ કરી ને પોત પોતાના ઘરમાં ગોઠવાઈ ગયેલા. ઘરડાઓ માટે તો આજે ખૂબ જ કપરો દિવસ હતો . અને હા એમાંય હજી તો સાંજ હતી, પણ રાત